- શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન આધારિત વિવિધ ૫૫ થી વધુ મોડેલો રજૂ કર્યા
- આમોદની વિવિધ શાળાઓએ મુલાકાત લીધી
આજ રોજ સવારે ૯ કલાકે આમોદની સંસ્કાર વિદ્યાલયના વિશાળ પટાંગણમાં ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી.રામને શોધેલી ‘રામન ઇફેક્ત’ની શોધના માનમાં ૨૮ મી ફેબ્રુઆરીને આંતર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આમોદની સંસ્કાર વિદ્યાલયના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ૬૩ મોડેલ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા.આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ,આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર,આમોદ તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર ભાઈ સાપા તેમજ બી.આર.સી. શાળાના પ્રમુખ નિરંજન પ્રજાપતિ, આચાર્યા વૈશાલીબેન મોદી સહિતના લોકોએ દીપ પ્રાગટ્ય કરાવી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મૂક્યો હતો.આમોદ સંસ્કાર વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ ૬૩ થી વધુ વિજ્ઞાન આધારિત મોડલો બનાવી પોતાની કૌશલ્યતાનો પરિચય કરાવ્યો હતો.વિજ્ઞાન પ્રદર્શનમાં વૈજ્ઞાનિકની શોધ સામે તેમની છબી દર્શાવવામાં હતી.તેમજ ઉત્સર્જનતંત્ર, શ્વસનતંત્ર, ચંદ્રયાન,સૂર્યયાન જેવી અનેક શોધોને આવતી લેવામાં આવી હતી.બાળ વૈજ્ઞાનિકોએ બનાવેલા વિવિધ મોડલોની આમોદ નગરની કન્યા શાળા, કુમાર શાળા તેમજ અન્ય શાળાઓના બાળકો સાથે શિક્ષકોએ મુલાકાત લીધી હતી.તેમજ આમોદના અગ્રણી નાગરિકોએ પણ મુલાકાત લીધી હતી.સંસ્કાર વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ યોજેલા વિજ્ઞાન પ્રદર્શનને સુંદર પ્રતિસાદ મળતા શાળાના આચાર્યા વૈશાલીબેન મોદી તથા શાળાના શિક્ષકોએ ગૌરવની લાગણી અનુભવી હતી.

યાસીન દિવાન – આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com