- કુલ રૂપિયા ૮.૨૨ લાખનો મુદ્દામાલ કબજે લઇને ઝડપાયેલ ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધાયો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં પિકઅપ ગાડીમાં ચોરીની પ્લાસ્ટીકની પાઇપો નંગ-૯૫ લઇને જતા એક ઇસમને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી લઇને કુલ રૂપિયા ૮.૨૨ લાખનો મુદામાલ કબજે લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગુનાખોરી અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ.દરમિયાન તા.૨૬ મીના રોજ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક પિકઅપ ગાડીમાં ભરેલ વેસ્ટ કેમિકલના નિકાલ માટે વપરાતી અને ચોરીની પાઇપો નંગ ૯૫ સાથે એક ઇસમને ઝડપી લેવાયો હતો. જીઆઇડીસી પોલીસે પાઇપો નંગ ૯૫ તેમજ એક પિકઅપ ગાડી મળીને કુલ રૂપિયા ૮,૨૨ ૩૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો, અને ઝડપાયેલ ઇસમ નફીસખાન નક્સેખાન પઠાણ રહે.ફુલવાડી તા.ઝઘડિયા જિ. ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી નોટિફાઇડ એરિયા કચેરીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા આકાશભાઇ ઇશ્વરભાઇ વસાવા રહે.ગોરવા વડોદરાનાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં સદર ઇસમ વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી. વધુમાં મળતી વિગતો અનુસાર આ ગુના હેઠળ પકડાયેલ ઇસમ નફીશખાન પઠાણ વિરૂધ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૨ ગુનાઓ નંધાયેલ હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com