ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના પાંચબત્તી શક્તિનાથ સર્કલ કોર્ટ રોડ પરના મુખ્ય માર્ગો પર દબાણ કરતાં લારી-ગલ્લાવાળાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ શહેર નાનો અને ગીચ વિસ્તાર છે. ઉપરાંત જાહેરમાર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ છે જેમાં લારી-ગલ્લાના દબાણથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી રહે છે. ભરૂચમાં પાંચબત્તી શક્તિનાથ સર્કલ, કોર્ટ રોડના મુખ્ય માર્ગો પર લારી-ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણરૂપ સાબિત થાય છે ત્યારે શહેરના મુખ્ય માર્ગ એવા પાંચબતી, શક્તિનાથ, કોર્ટ રોડ પરના માર્ગો પર ટ્રાફિકને અડચણ રૂપ વાહન ચાલકો પર પણ પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી સાથે ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતાં લારી-ગલ્લાવાળા પર ભરૂચ નગરપાલિકાના અને પોલીસ વિભાગ દ્વારા તવાઈ બોલાવી હતી.

ઉલ્લેખનીય છેકે આ કાર્યવાહી દરમિયાન સામાજિક આગેવાનો દ્વારા અને નગરપાલિકા પર આક્ષેપ સાથે જણાવ્યું હતું કે હંમેશા શહેરની પાંચબત્તી થી સ્ટેશન સુધીના જ દબાણો નગરપાલિકાની દબાણ શાખાને દેખાય છે પરંતુ ત્યાર પછીના વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તેમ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લારી ગલ્લાઓને લોન આપીને ધંધો કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને બીજી તરફ એ જ લારી ગલ્લાવાળાઓને પોતાના સ્થળ પરથી હટી જવા કહેવામાં આવે છે ત્યારે સરકારની આ નીતિથી શુ કોઈ ગરીબ વ્યક્તિ પગ ભર થઈ શકશે ખરું? હાલ તો દબાણ શાખા દ્વારા અઠવાડિયાથી ચાલતી કામગીરીથી દબાણ કરતાઓમાં ફફડાતની સાથે પોતાની રોજી રોટી છીનવાય જવાની ચિંતા સતાવી રહી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com