ટ્રાફિકની સ્થિતિ હળવી થાય તે માટેના આયોજન અંગે ચર્ચા કરાઈ
ભરૂચ શહેરના મહમદપૂરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય ,પાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યોએ અધિકારીઓને સાથે રાખી સ્થળ વિઝીટ કરી સુચારુ આયોજન અંગે ની ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો મેળવ્યા હતા.ભરૃચના પશ્ચિમ વિસ્તાર માં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે થી નિર્માણ પામનાર ઓવર બ્રિજના કારણે આ વિસ્તાર માં ઉભી થનાર ટ્રાફિક જામ ની સમસ્યા હળવી થાય તેવા આશય સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવ સહિત પાલિકા સભ્યોએ વીજ કંપની સહિત સંલગ્ન વિભાગ ના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ સર્વે કામગીરી હાથ ધરી હતી.જેમાં આ વિસ્તાર માંથી સર્જાતી ટ્રાફિકજામ ની સમસ્યા હળવી થાય તે માટે આ રોડ પરના વીજપોલ હટાવવા સાથે કેટલીક ખાનગી મિલકતો પાલિકા દ્વારા હસ્તગત કરવા અંગે ની ચર્ચા કરવા સાથે તે માટેના આયોજન ની વિચારણા કરવામાં આવી હતી.આ સ્થળ મુલાકાત માં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ,પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, સહિત પાલિકા અને વીજ કંપની ના અધિકારીઓ સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com