ભરૂચમાં જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2023-2024 માટે તેની વાર્ષિક કોમ્યુનિટી ઈન્ટરફેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ અને વાગરા તાલુકાના અનેક સરપંચો, આરોગ્ય અને શિક્ષણ અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો, શાળાના આચાર્યો અને શિક્ષકો, વરિષ્ઠ નાગરિકો, ખેડૂતો, પ્રોજેક્ટના લાભાર્થીઓ અને સમુદાયના સભ્યો સહિત 100થી વધુ હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ કોમ્યુનિટી મીટ દરમિયાન ઉપસ્થિત લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. JBFના CSR પ્રોજેક્ટ્સ અંગે લોકોને માહિતગાર કરાયા હતા. જુબિલન્ટ દ્વારા મેડિકલ સેન્ટર, મોબાઈલ ડિસ્પેન્સરી સર્વિસીસ જેવા વિવિધ આરોગ્ય પ્રોજેક્ટો અને ટીબી, કુપોષણ સહિતની આરોગ્ય ક્ષેત્રની કામગીરીની વાગરાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પ્રવીણ કુમાર સિંઘે પ્રંશસા કરી હતી. માઈક્રો સાયન્સ લેબ્સ અને કારકિર્દી જાગૃતિ અને ડિજિટલ સાક્ષરતા વધારવાના ઉદ્દેશ્ય જેવા શૈક્ષણિક પ્રોજેક્ટ્સ મુસ્કાન અંગે પણ માહિતી આપી હતી.સ્થાનિક શાળાઓના આચાર્યો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર સકારાત્મક અસર દર્શાવતા આ પ્રયાસો માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી.આ ઉપરાંત ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટને વિવિધ ગામોના ખેડૂતો તરફથી પ્રશંસા મળી હતી. કોમ્યુનિટી ઈન્ટરફેસ મીટમાં 33 આંગણવાડીઓને ડિજિટલ વેઈટ મશીન અને હાઈટ મીટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિકાસ પહેલ હેઠળ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ CSR સાથે મળીને સરનાર પંચાયત બિલ્ડીંગની વિકસાવ્યુ છે. જેના ઉદ્ઘાટનની અધ્યક્ષતા JBFના એચ.આર. હેડ રાકેશ શર્મા, પીઆર હેડ ઓફીસર અલ્કેશ રાણા, CSRના ડે.મેનેજર સૌરવ ચક્રવર્તી દ્વારા કરવામાં આવી હતી.સારનાર ગામ ખાતે જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવતી હેલ્થ મોબાઈલ ડિસ્પેન્સરી સેવાઓ હવે પંચાયતની અંદર બાંધવામાં આવેલા ઓપીડી રૂમમાં હાથ ધરવામાં આવશે, જેનાથી રહેવાસીઓ માટે આરોગ્ય સંભાળ સેવાઓમાં વધારો સુનિશ્ચિત થશે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com