Geo Gujarat News

ભરૂચ: બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી, પગરખા અને ટોપી વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી

  • ઉનાળાની કાળજાળ ગરમીમાં 40 ડિગ્રીના તાપમાનથી બાળકોને બચાવવા પગરખા અને ટોપી વિતરણ કરી જન્મદિવસની ઉજવણી

જન્મદિવસ ઉજવવો તે એક શોખ માનવામાં આવે છે પરંતુ જન્મદિવસની ઉજવણી પાછળનો ખર્ચ કોઈ જરૂરિયાત મંદ પાછળ કર્યો હોય તો તે પુણ્ય કહેવાય છે ભરૂચના એક બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે 40 ડિગ્રીના તાપમાન વચ્ચે જાહેર માર્ગ ઉપર રજડતા બાળકોને તાપથી બચવા માટે ટોપી અને પગમાં પહેરવા માટે નવા પગારખાનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા મહમદ સામીએ પોતાના આઠમા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી અન્ય લોકોને પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે પોતાના જન્મદિવસે કંઈક ને કંઈક માનવતા મહેકાવતા કાર્યક્રમઓ યોજી લોકોને એક જનજાગૃતિનો સંદેશો પાઠવી રહ્યા છે મહમદ સામીએ પોતાના સાતમા જન્મદિવસે કોરોના કાર હોવાના કારણે એક હજારથી વધુ માસ્કનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી અને હાલ એટલે કે આજે આઠમાં જન્મદિવસે પણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતું કામ કર્યું છે પોતાના જન્મદિવસે કેક કટીંગ સહીતનો થતો ખર્ચ બચાવી તે જ રૂપિયા માંથી તાજેતરમાં ચાલી રહેલી ઉનાળાની કાળજાળ ગરમી અને તે પણ ૪૦ ડિગ્રીના તાપમાનથી જરૂરિયાત મંદ બાળકોને રાહત થાય અને તાપમાં ઘરની બહાર નીકળી શકે તે માટે નવા પગરખા અને માથે ટોપી પહેરી શકે તેવી સામગ્રીઓની ખરીદી કરી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી આવા બાળકોને શોધી પગરખાં અને ટોપીનું વિતરણ કરી પોતાના જન્મદિવસે અનોખી માનવતા મહેકાવી અન્ય વાલીઓ પણ પોતાના બાળકોના જન્મદિવસે માનવતાનું કામ કરે તેઓ સંદેશો પાઠવી રહ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *