બનાવની પ્રાપ્ત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટાફના માણસો પદમાવતી નગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી ના પદમાવતી નગરના પ્લોટ નં. 543 મા ધન લક્ષ્મી કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલો માંથી નાની બોટલોમાં ગેસ ગેર કાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરે છે .

જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઉપરોક્ત કરિયાણાની દુકાનમાં રેડ કરતા એક ઈસમ ગેર કાયદેસર રીતે ગેસ ની મોટી બોટલોમાંથી નાની બોટલોમા ગેસ રીફિલિંગ કરતા નજરે પડ્યો હતો. જેના પરથી જણાઈ આવેલ કે ગેરકાયદેસર રીતે ગેસની મોટી બોટલ માંથી નાની બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ નંગ 5 એક વજન કાંટો તેમજ એક રિફિલીંગ પાઇપ મળી કુલ 8200 ના મુદ્દામાલ સાથે એક ઈસમ નામે સરવણ કુમાર આશું રામ ખડકી નાઓએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com