Geo Gujarat News

ભરૂચ: લોકસભાની ચૂંટણીને અનુલક્ષી સંવેદનશીલ ગામોમાં DPMF દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું

૨૦૨૪ લોકસભા ચૂંટણીને અનુલક્ષી નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા સંવેદન શીલ ગામોમાં DPMF દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું.

ભારત ભરમાં હમણાં ૨૦૨૪ લોકસભા ની ચૂંટણી વિવિધ તબક્કાવાર યોજાઈ રહી છે તે અંતર્ગત ગુજરાતમાં ૭ મી મેં ૨૦૨૪ ના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ CPMF ની કંપની સાથે રાખી તેમની હદમાં આવતા સંવેદનશીલ ગામો *નબીપુર અને ઝણોર* ગામો ખાતે ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું. જેમાં CPMF ટીમની સાથે નબીપુર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. તેમના સમગ્ર સ્ટાફ સાથે હાજર રહયા હતા અને બંને ગામોનું નિરીક્ષણ કર્યું હતું જેથી જનતા મા ભય નું વારાવરર્ણ ના રહે અને જનતા નીડરતાથી મતદાન કરી શકે.

સલીમ કડુજી, નબીપુર (ભરૂચ )

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *