Geo Gujarat News

હાંસોટ: ઇલાવ ગામેથી જુગાર રમતા ચાર શકુની ઝબ્બે, 10 હજારનો મુદ્દામાલ જપ્ત

હાંસોટ પોલીસે ઇલાવ ગામે થી જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂપિયા દશ હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દારૂ અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા ઉચ્ચ અધિકારીઓ તરફ થી મળેલ સુચના ને આધારે નાયબ પોલીસ અધિક્ષક કુશાલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડ હાંસોટ પોલીસ સ્ટેશન ની સુચના મુજબ અ.પો.કો.ભુરાભાઇ ભાયાભાઈ ને મળેલ બાતમી ને આધારે હાંસોટ પોલીસની ટીમે ઇલાવ ગામે રાઠોડવાસ ની પાછળ ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ પાસે રેઇડ રમાઈ રહેલ જુગરધામ પર રેડ કરી હતી.પોલીસે ચાર ઇસમો સંજયભાઈ મગનભાઈ વસાવા ઉ.વ.૪૭ રહે. સાહોલ ભાથીજી મંદિર ફળીયુ તા.હાંસોટ જિ.ભરૂચ,કમલેશભાઇ નગીનભાઇ રાઠોડ ઉ.વ.૨૯ રહે.ઇલાવ કેશી ફળીયુ તા.હાંસોટ જિ.ભરૂચ, સુરેશભાઇ ચંદુભાઇ રાઠોડ ઉ.વ.૪૨ રહે.ઇલાવ ડેરી ફળીયુ તા.હાંસોટ જિ.ભરૂચ, ચેતનભાઇ ગોમાનભાઈ પટેલ ઉ.વ.૪૦ રહે.ઇલાવ નવી કોલોની ફળીયુ તા.હાંસોટ, જિ.ભરૂચનાઓને હાર જીતનો જુગાર રમતા રોકડા કુલ રૂ.૧૦,૨૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી જુગારધારા ની કલમો અંતર્ગત કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

ઇસુબ દિવાન, હાંસોટ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *