ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા ગુજકેટ-૨૦૨૪ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા નું ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ ૮૦.૦૯ ટકા તેમજ સામાન્ય પ્રવાહ નું ૯૨.૧૧ ટકા આવ્યું છે. જેમાં વાગરા ખાતે આવેલ શ્રીમતી એમ એમ પટેલ વિદ્યાલય વાગરા નું ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ ૧૦૦ ટકા તેમજ સામાન્ય પ્રવાહ નું પરિણામ ૮૫.૪૮ ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં શાળા સ્તરે 83.85%.પરમાર દેવાંશિબેં મહેન્દ્ર ભાઈ. એન 89.71%. ટેલર અમીબેન રાકેશભાઈ વાગરા સ્કૂલ અનેસમગ્ર વાગરા તાલુકામાં પ્રથમ. ક્રમાંકે અને. 78.42 %.ગોહિલ કશિષબેં દિનેશભાઈ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં દરજી ધ્રુવીશા .આ તબક્કે શાળા ટ્રસ્ટી મંડળ તેમજ શાળા પરિવાર તરફ થી ધોરણ-૧૨ માં સફળતા પ્રાપ્ત કરનાર તમામ છાત્રો ની સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com