આમોદ તાલુકાના કોલવણા ગામના શિક્ષકને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી. યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે. તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાતની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માનથી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબભાઈ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે. તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠાની રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી તેમને નવાઝી ચુકી છે. હાલમાંજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન સંસ્થાએ ગુજરાત રાજ્યના વિવિધ ક્ષેત્રમાં શાળા કક્ષાએ ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકો માટે એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ વેળાએ ગુજરાતના 100 જેટલા પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કલોલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલ સમારંભમાં ૧૦૦ જેટલા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા શિક્ષકોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણ પત્ર આપી ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ભરૂચના આમોદ તાલુકાના કોલવણા ગામના યાકુબભાઈ ઉઘરાતદારને પણ સન્માનિત કરવામાં આવતા ગ્રામજનો તેમજ જિલ્લા માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ પ્રસંગે પ્રાથમિક શાળા સીમરથા ના આચાર્ય યાકુબભાઈએ જણાવ્યુ હતુ કે તેમણે તેમનું જીવન લોકોને શિક્ષિત કરવામાં સમર્પિત કરી દીધુ છે.અને વય નિવૃત્તિ પછી પણ તેઓ શિક્ષણ સાથે સંકળાયેલા રહેશે.અને સમાજમાં એજ્યુકેશન માં સતત વધારો થાય એ માટે ના પ્રયત્ન કરતો રહીશ.આ સાથે તેમણે સન્માનિત કરનારી સંસ્થા અને તેમના ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.
ઝફર ગડીમલ, કોલવણા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com