Geo Gujarat News

ભરૂચ: નગરપાલિકાએ રોડ પર પડેલા ખાડા પુરવાની કામગીરી કરતાં રિક્ષાચાલકોમાં ખુશી છવાઈ

મુખ્ય રોડથી ત્રણ ફૂટ સુધી કાદવ કિચડનું સામ્રાજ્ય હવે દૂર થયું

ભરૂચમાં રોડ રસ્તા ભ્રષ્ટાચારના પાપે બિસમાર બનતા રહે છે, ચૂંટણી આવતા રોડ રસ્તા સુધરી જાય અને વરસાદી માહોલ સાથે જ ખાડાઓનું સામ્રાજ્ય રોડ પર નજરે ચઢે છે. થોડા દિવસ પહેલા ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ ખાતે રોડ બન્યો હતો. પણ કોન્ટ્રાકટરની ચૂકના કારણે રોડ સાઈડ પર ખાડાઓ નજરે ચઢતા હતા. સમય રહેતા આ ખાડાઓમાં કીચડનું સામ્રાજ્ય ઉભું થયું હતું અને લોકોને ત્યાંથી પસાર થવા પર તકલીફો ઉભી થતી હતી. ભરૂચ ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિડબેગ મિર્ઝાએ નગરપાલિકામાં આ બાબતે રજૂઆતો કરી હતી. જેના પરિણામે રોડ બનાવવાના મટીરીયલથી નગરપાલિકાએ રોડની બાજુમાં આવેલ ખાડાઓ પૂર્યા હતા. ત્યારે સમયસર કામગીરી થતી રહે તો રાહદારીઓ અને વાહન ચાલકોને તકલીફો ઓછી થાય.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *