અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસે માંડવા ગામના ભાથીજી મંદિર નજીકથી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લામાં પ્રોહીબિશન તેમજ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભુતીયા નાઓની સૂચનાઓના આધારે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે માંડવા ગામે ભાથીજી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં આવેલ વડના ઝાડ નીચે કેટલાક ઈસમો પાના પત્તા વડે હાલ જીતનો જુગાર રમી રહ્યા છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કુલ છ જુગારીઓને ઝડપી પાડી અંગ જડતીના રોકડા રૂપિયા 9,250 /-, દાવ પરના રોકડા રૂપિયા 2050/-, મોબાઈલ નંગ 4 જેની આશરે કિંમત રૂપિયા 20,000/- મળી કુલ 31,300/- નો મુદ્દા માલ કબજે કરી જુગાર ઘારાની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com