Geo Gujarat News

અંકલેશ્વર: વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમ જડપાયો, 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 10 લાખથી વધુના મુદામાલ સાથે એક ઈસમને અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ચરસ ગાંજાના કેસો શોધી કાઢવા ઉપલી અધિકારીઓની અપાયેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ગોહિલ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓની સુચના મુજબ પોલીસ સ્ટાફના માણસો એ.ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થી બાતમી મળી હતી. કે એક સફેદ રંગની hyundai verna ફોરવીલ કાર કે જેનો રજીસ્ટ્રેશન નંબર GJ16BB 9915 સુરતી ભાગોળથી ઉંમરવાળા તરફ જતી હોય જે શંકાસ્પદ લાગતા ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ ચેક પોઇન્ટ પર સદર વરના ફોરવીલ કારને ઉભી રાખી ચેક કરતા ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પૈસા કમાવાના હેતુ. વેચાણ કરવા માટે રાખી હેરાફેરી કરતા ઈસમ સમીરભાઈ મજીદભાઈ રાઠોડ ઉંમર વર્ષ 34 હાલ રહેવાસી ફેઝપૉક સોસાયટી ઉમરવાડા રોડ અંકલેશ્વર શહેરના ઓને બે મીળીયા થેલામાં ભરેલ ગાંજો કે જેનું કુલ વજન 49.410 કિલોગ્રામ કે જેની આશરે કિંમત ₹4,94,000 તેમ જ એક કાળા કલરનો vivo મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત 10,000 રૂપિયા તેમજ એક સફેદ રંગની hyundai verna ફોરવીલ કાર કે જેની આશરે કિંમત પાંચ લાખ રૂપિયા મળી કુલ 10 લાખ 6,545 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ઝડપાયેલ ઈસમ સમીરભાઈ મજીદ ભાઈ રાઠોડનાઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇક્રો પેટ્રીક સબસ્ટન્સીસ એક્ટની વિવીધ કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી. તેમજ આ કેસમાં ઈમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક્ક પઠાણ રહેવાસી વસીલાપાર્ક પાસે જૂની આરટીઓ સામે કાળી તલાવડી ભરૂચ તેમજ અન્ય ઈસમ રાજુભાઈ નાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદા કીય તપાસ હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *