અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસે જુના દીવા ગામેંથી અંકલેશ્વર તરફ આવતી એક ફોરવીલ ગાડીમાં શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાનાઓએ તાલુકામા બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા આપેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંગત બાતમીદાર થી બાતમી મળી હતી કે એક સફેદ કલરની tuv ફોરવીલ ગાડીમાં જુના દીવા ગામ ની સીમમાંથી ડીપી તોડીને તેમાંથી કોપર કોયલની ચોરી કરીને કોપર કોયલ નો જથ્થો લઈને જુના દીવા ગામ થી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે જે મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન બાતમી વાળી ગાડી આવી પહોંચતા તેને કોડૅન કરી ગાડીની ડીકી માં ચેક કરતા બે મીણીયા થેલામાં કોપર કોયલના ગૂંચળા તથા જુદી જુદી સાઈઝના ફિક્સ પાના તથા રીંગ પાના તથા કટર મશીન લોખંડ નો મોટો બોલ્ટ મળી આવે જે બાબતે ગાડીમાં સવાર ઈસમો ને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ના આપતા કોપર કોયલના ગૂંચળા નંગ 18 કે જેનું વજન કરતા કુલ વજન 70 kg જે કોપર કોયલના એક કિલોગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા 500 રુ કિલોગ્રામ લેખે કુલ ૩૫ હજાર રૂપિયા ગણી તેમજ tuv ફોરવીલ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે 32b 6700 જેની આશરે કિંમત ₹3,00,000 ગણી જુદી જુદી કંપનીના ત્રણ નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂ 15,000 તથા જુદા જુદા પાના તથા કટર મશીન ની અંદાજિત કિંમત ગણી કુલ 3,50,250 નો મુદ્દા માલ CRPC ની કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે કરી ગાડીમાં સવાર જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત રહેવાસી વડોદરા જીવરાજસિંહ જગદીશસિંહ રાવત રહેવાસી વડોદરા મેનેજર સિંગ સીતારામ સિંઘ રાવત રહેવાસી વડોદરા તેમજ કરણસીંગ કુપસીઞ રાવત રહેવાસી વડોદરાના ઓને CRPC ની કલમ 41 1 D હેઠળ અટકાયત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com