Geo Gujarat News

Chaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત નજીક MLA અને MPનો તમાશો.?

  • ચૈતર વસાવા પીધેલાઓનું ટોળું લઇ હુમલો કરવા આવ્યો હોવાનો મનસુખ વસાવાનો આક્ષેપ..
  • ચૈતર વસાવાએ ગુંડાઓ ઉભા કરી અધિકારીઓને કર્મચારીઓને ડર હોવાનો મનસુખ વસાવાનો આક્ષેપ..
  • મનસુખ વસાવા મત ગણતરી પહેલાં જ ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું. : ચૈતર વસાવા..
  • મનસુખ વસાવામાં બોખલાટ પણુ આવી ગયું છે : ચૈતર વસાવા..

ભરૂચ લોકસભા બેઠક સતત ચર્ચાસ્પદ બની ગઈ છે અને આ બેઠક ઉપર બંને આદિવાસી ઉમેદવારોએ એકબીજા ઉપર આક્ષેપ બાજી વચ્ચે પણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ મનસુખ વસાવાએ ચૈતર વસાવા ટીડીઓને ધમકી આપી હોવાનો મેસેજ મૂકી તાલુકા પંચાયત ઉપર પહોંચતા ભારે હંગામા મચ્યો હતો. જેના પગલે બંને એકબીજા ઉપર આમને સામને આવી જતા રાજકીય માહોલ ગરમાયો છે.

ભરૂચ લોકસભા બેઠક ઉપર રસાકસીના દ્રશ્યો વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને ભરૂચ બેઠકો પર ઓછું મતદાનને લઈને પણ રાજકીય માહોલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જોકે મનસુખ વસાવાની તરફેણમાં મતદાન ઓછું થયું હોય તેવા પ્રશ્નો ઊભા થતાં હાલ ભાજપના નેતાઓમાં ચર્ચાનો પ્રશ્નો ઉભો થયો હતો. મનસુખ વસાવાએ ગતરોજ બપોરના સમયે પોતાના સોશિયલ મીડિયાના facebook એકાઉન્ટ ઉપર એક મેસેજ મૂક્યો હતો જેમાં ચૈતર વસાવા ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીને અધિકારીઓને બહાર કાઢી ઓફિસમાં ધમકી આપી હોય તેઓ મેસેજ મુકતા અને તમામ તાલુકાના સભ્યો તાલુકા પંચાયત ઉપર પહોંચ્યો તેવો મેસેજ મુકતા વાતાવરણ હતું અને મોડી સાંજ સુધી લોકોના મેળાવડા જામ્યા હતા જેના પગલે સાંસદ મનસુખ વસાવા એ પણ ચૈતર વસાવા સામે આક્રોશ વ્યક્ત કરી આમને સામને આવી ગયા હતા અને સમગ્ર પ્રકરણ મુદ્દે મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા ગુંડાઓનું ટોળું લઈને આવ્યો હોય એમાં કેટલાય દારૂડિયા પીધેલા હોય જેવા આક્ષેપ સાથે સમગ્ર પ્રકરણની પ્રતિક્રિયા રજુ કરી હતી.

 

મનસુખ વસાવા
મનસુખ વસાવા

સમગ્ર પ્રકરણમાં ચૈતર વસાવા એ પણ મનસુખ વસાવાએ મૂકેલી પોસ્ટ ખોટી હોય અને વાતાવરણ ઉસકેણી જનક કરવાનું કૃત્ય કર્યું હોય અને મત ગણતરીમાં ગફલો કરવા માટે ચૈતર વસાવા જેલમાં કેવી રીતે જાય છે તેવા ષડયંત્રો રચ્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને ઉસકેણી જનક પોસ્ટ મૂકી તાલુકા પંચાયતની બહાર ભયનો માહોલ ઉભો કર્યો હતો. જોકે મનસુખ વસાવામાં ઘણા બુટલેગરો હોવાનો પણ આક્ષેપ વસાવાએ કર્યો છે ચૈતર વસાવા એ પણ ડિવાયએસપીને સંબોધિત એક ફરિયાદ આપી હતી અને ખોટી ફરિયાદ કરાશે તો લાખો લોકો મેદાનમાં ઉતરશે તેવી ચીમકી આપી છે ચૈત્ર વસાવા એ આક્ષેપ કર્યો હતો કે મનસુખ વસાવા નિવૃત્તિ લેવા જઈ રહ્યા છે અને તેઓમાં બોખલાટ પણું આવી ગયું છે અને ટીડીઓ સાથે એવું કંઈ પણ થયું નથી અને ટીડીઓની ઓફિસમાં સીસીટીવી પણ છે તેવો આક્ષેપ પણ ચૈતર વસાવે કર્યો છે.

ચૈતર વસાવા
ચૈતર વસાવા
geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *