ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો પૈકી એક હજયાત્રા છે. ઇસ્લામ ધર્મ મુજબ ઇસ્લામ ધર્મમાં અસ્થા રાખનાર વ્યક્તિ જો આર્થિક રીતે સક્ષમ હોય અને તેના પર દેણું ન હોય તો તેના માટે હજયાત્રા ધાર્મિક ફરજ (જરુરી) છે. દર વર્ષે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકીની એક હજ યાત્રા માટે યાત્રાળુઓ મકકા અને મદીના શહેર (સાઉદી અરેબિયા) જાય છે.

ત્યારે આ વર્ષે પણ હજયાત્રા પણ જનાર ભાગ્યશાળી ઓને હજ યાત્રા દરમિયાન કરવાની થતા હજ અરકાન (ધાર્મિક ક્રિયા) અંગે માર્ગદર્શન આપવા ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા અંકલેશ્વર શહેરના કાગડીવાડ હોલ ખાતે ભરૂચ-નર્મદા જીલ્લાનો હજ ટ્રેનીંગ કેમ્પ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું.

હજયાત્રાની તાલીમ માસ્ટર ટ્રેનર હાજી અબ્દુલ રહીમ ભાઈ રાઠોડ,હાજી હનીફભાઇ પટેલ,હાજી કારી ઝુબેર,હજ કમિટીના ફિલ્ડ ટ્રેનર કો.ઓર્ડીનેટર હાજી ઇસ્તીયાક પઠાણ,ભરૂચ જીલ્લા ફિલ્ડ ટ્રેનર હાજી અલ્તાફ ભાઈ ભોલા,ઇનામુલ ભાઇ,જુબેરભાઇ શેખજી,આસીફભાઇ, ઇલ્યાસભાઈ શેખ,અસ્ફાન પઠાણ સહિતના ખિદમત આપનાર (સેવકો) જોડાયા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com