Geo Gujarat News

અંકલેશ્વર: રાજસ્થાનથી દારૂ સપ્લાય કરવા આવેલ ખેપીયો ઝડપાયો, 19 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડખોલ પાટિયા નજીકથી રાજસ્થાનથી દારૂ આપવા આવેલ ખેપીયાને ઝડપી પાડ્યો હતો.

બનાવની પ્રાપ્ત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે થી મળતી માહિતી અનુસાર પોતાના વિસ્તારમાં પ્રોહીબેશન અને જુગાર જેવી પ્રવૃત્તિ ડામવા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગડખોલ પાટીયા નજીક પ્રટ્રોલિંગમાં હાજર સ્ટાફ દ્વારા ભરૂચ તરફથી આવતી એક ઓટો રીક્ષા ઉભી કરાવી ચેક કરતા ઓટો રિક્ષામાં સવાર ઈસમ નામે વિક્રમ દેવારામ ઓડ ના ઓની બેગ ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ નંગ 96 કે જેની આશરે કિંમત રૂપિયા 9,600 તેમજ 180 મિલી ની પ્લાસ્ટિકની બોટલ નગ 48 કે જેની આશરે કિંમત રૂપિયા 4800 તેમજ એક android મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા 5000રૂ મળી આવ્યા હતા હતા.

પોલીસે આરોપી વિક્રમ દેવારામ ઓડ રહેવાસી રેલવે સ્ટેશન પાસે હિંમતનગર પાલી રાજસ્થાનનાઓની અટકાયત કરી દારૂની સવલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની પાસેથી મળી આવે 19,400 નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *