ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે. ભરૂચ જિલ્લાની 90 ટકા ખનીજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે લિગ્નાઇટ કોલસો સિલિકા નાઈટ સાદી રહેતી બ્લેક ટ્રેપ કોરિસ પોઇલ, વિગેરે ખનીજ ઉપરોક્ત તાલુકામાં આવેલ છે. જેમાં લિગ્નાઇટ કોલસો સિલિકા સેન્ડ સાદી રહેતી બોરકેલ વગેરે ખનીજો માટેની મોટી હાઈવેટકો રાજપાલડી પાડવાણીયા રોડ પરથી પસાર થાય છે અને રાજપારડી થી નેત્રંગ રોડ પર સિલિકા વોશિંગ પ્લાન્ટ અને કોળી લેઝર ક્રોસ પ્લાન્ટો આશરે 40 જેટલા આવેલા છે જેમાંથી પાકો માલ ભરુચ દહેજ ઝઘડિયા અંકલેશ્વર વિલાયક વગેરે જીઆઇડીસી માં 40 થી 60 ટન ભરેલા હાઈવા રોજના હજારોની સંખ્યામાં અવર-જવર કરે છે જેના કારણે રોડ તૂટી ગયેલા છે. આ ખનીજોમાં લિગ્નાઇટ કોલસો રાજપાયડી, વાલિયા જીએમડીસી ની માઈન્સોમાંથી રોજની 24 કલાકમાં 1000 ટ્રીપો 21 ટન વાળા હાઇવા ની થાય છે જેના ટન દીઠ રૂપિયા ૪૨ હજારનો ભાવ જીએમડીસી નો હોય છે જે દરરોજ 21000 ટન કોલસા નું વહન થાય છે જેની આવક ₹8.82 કરોડ થાય છે વાર્ષિક ટનો વર ગણીએ તો 2116 કરોડનું થાય છે અને આઠ મહિના લેખે અને બ્લેક ટ્રીપ સિલિકા સેન્ડ બોળકેલ સાદી રહેતી વિગેરેમાંથી વાર્ષિક 600 કરોડનું ટન ઓવર થાય છે આમ કુલ તમામ ખનીજો માંથી વાર્ષિક નો વર 200716 કરોડ રૂપિયાનું થાય છે આ ખનીજ સંપતિ આદિવાસી ટ્રાઈબલ વિસ્તારની છે જે રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% ડી એમ એફ ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાના હોય છે છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રત્યે ઉદાસીન વલણના કારણે આ દિન સુધી 10% બીએફએમ પણ કે 50% રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી જેથી સાયબર વિસ્તારમાં રહેતા લોકોને રોડ રસ્તા ના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે અકસ્માતોના પણ બનાવો આ વિસ્તારોમાં વધી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાનું કામ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના સભ્યોએ ભરૂચ કલેકટરને રજૂઆત કરી વહેલી તકે રોડ રસ્તા સહિતના વિકાસના કામ વિસ્તારમાં કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com