Geo Gujarat News

ભરૂચ: મેસરાડ સ્થિત મદ્રસએ હબીબુલ ઇસ્લામનો વાર્ષિક ઇનામી જલ્સો યોજાયો, ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તલ્બાઓને ટ્રોફી એનાયત

ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના મેસરાડ સ્થિત મદ્રસએ હબીબુલ ઇસ્લામનો વાર્ષિક ઇનામી જલ્સો યોજાયો હતો. આયોજિત જલસામાં મદ્રેસામાં દિની તાલીમ પ્રાપ્ત કરતા તલ્બાઓએ સુંદર નાઅત શરીફ, મનકબત, પ્રશ્નોત્તરી, તકરીર રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મેસરાડ સ્થિત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જલસામાં પ્રથમ, દ્રિતિય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તલ્બાઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ગામની દીકરીએ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા દીકરીને પણ ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને મદ્રેસા કમિટી તેમજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના ઉત્સાહી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તેમજ સદસ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. સલાતો સલામ અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *