ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એમ એ એમ હાઇસ્કૂલમાં માત્ર બહેનો માટે સિવણ તાલીમ વર્ગોનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું સંસ્થા દ્વારા પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલના મદની હોલમાં ટંકારીઆ ખાતે એમ.એ. મિશન સંચાલિત તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ફક્ત બહેનો માટે સિવણ ક્લાસ ટ્રેનીંગના વર્ગનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

આયોજિત કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાના નિયામક તરીકે જનાબ સૈયદ ઝૈનુંલઆબેદીન સાહેબ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મૌલાના અબ્દુલ રજ્જાક અશરફી સાહેબ, સંસ્થાના પ્રમુખ પટેલ ઇશાક સાહેબ, અબ્દુલભાઈ કામઠી (સામાજિક કાર્યકર), મુબારક્ભાઈ ભાણિયા, અબ્દુલભાઈ ટેલર (તાલુકા પંચાયતના સભ્ય), ટંકારીઆ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. તેમજ સિવણ ક્લાસમાં અભ્યાસ કરનાર વીસ બહેનોએ પણ હાજરી આપી હતી. મિશનના નિગરા તરીકે ત્યારબાદ સિવણ ક્લાસમાં અભ્યાસ કરનાર બહેનોને સંસ્થાના પ્રમુખ પટેલ ઇશાક સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સૈયદ ઝૈનુંલઆબેદીન સાહેબ સિવણ ક્લાસની બહેનોને ટુકમાં પ્રવચન આપ્યું અને બહેનોને સિવણ કીટ્સ અર્પણ કરી હતી.

ત્યારબાદ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો હતો. વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી મોતીરૂપી આશીર્વાદ આપી સિવણ ક્લાસની બહેનોને પ્રોત્સાહિત કરી હતી, માનવ અધિકારનું વાતાવરણ પૂરું પાડ્યું હતું.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com