Geo Gujarat News

ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રફુલ્લિત બન્યું, 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

ભરૂચ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ,વાપી, નવસારી અને સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી ભરૂચ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે.

કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 1 ઇંચ, આમોદ 17 મી.મી., વાગરા 2.5 ઇંચ, ભરૂચ 4 ઇંચ, ઝઘડિયા 1.5 ઇંચ, અંકલેશ્વર 2.5 ઇંચ, હાંસોટ 3 ઇંચ, વાલિયા 2 ઇંચ, નેત્રંગ 1 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *