Geo Gujarat News

આમોદ: પાલિકાના ઉપ પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે જ ઉભરાતી ગટરોથી સ્થાનિક લોકો હેરાન પરેશાન.

  • સ્કૂલે અભ્યાસ કરવા જતા નાના બાળકો પણ ગટરના પાણીમાં પગ ધોતા નજરે પડ્યા..
  • ત્રણ વર્ષથી ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ..!!
  • ગટર સાફ કરવાના જેટિંગ મશીનો નજીવા ખર્ચના અભાવે ધૂળ ખાય રહ્યા છે.

પાલિકાના સભ્યોના અંદરો અંદરના આંતરિક ઝઘડાઓ ખતમ ન થતાં નગરજનોને હાલાકી વેઠવાનો વારો : આમોદ નગરપાલિકા માજી પ્રમુખ સાજીદ રાણા

આમોદ નગરમાં નગરપાલિકા દ્વારા આડેધડ ગટરોની સફાઈ કામગીરી કરેલ હોવાથી ઠેર ઠેર ગંદકીનું સામ્રરાજ્ય સર્જાયું છે. જેને લઈ પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

આમોદ નગર પાલિકાનાં પાપે તમામ વૉર્ડમાં પેહલા વરસાદેજ ઠેર ઠેર ગંદકીનુ સામ્રાજય સર્જાતા નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ઠેર ઠેર ગંદકી ન સામ્રાજય સર્જાતા લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે. આમોદનાં વૉર્ડ નંબર એકનાં ભાજપનાં સદસ્ય અને આમોદ નગર પાલિકાનાં બાંધકામ સમિતિનાં ચેરમેનનાં ઘરની સામે નગરપાલિકાના ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડના ઘરની બિલકુલ નજીક જ ગંદી ગટરનુ વાસ મારતું પાણી વહી રહ્યું છે. અને એજ ગટરના ઉભરાતા ગંદા વાસ મરતા પાણીમા સ્કૂલમા અભ્યાસ કરતા બાળકો પોતાના પગ ધોતા નજરે પડી રહ્યા છે.

નાદાન બાળકોને તો ખબર નથી કે આવા ગંદા પાણીમાં પગ ધોવાથી શું થાય ? પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને તો ખબર હશે ને કે આનાથી શું થતું હસે.?

પોતાનાજ વૉર્ડ વિસ્તારમાં ગંદકી દુર કરવામાં નેતાજી નિષ્ફળ નિવડ્યા હોય તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. ફેલાયેલી ગંદકીથી આવતાં જતા લોકો તથા નજીકમાં આવેલ શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકો પણ ગંડકીના પગલે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. જેથી તાકિદે રોગચાળો ફેલાય તે પેહલા તંત્ર ગંદકીને દૂર કરે તેવું નગરજનો ઇચ્છી રહ્યાં છે.

ગટર સાફ કરવાના જેટિંગ મશીનો નજીવા ખર્ચના અભાવે ધૂળ ખાય રહ્યા છે

યાસીન દિવાન, આમોદ

આ પણ વાંચો…

આમોદ: લાખો રૂપિયાના 90 ટકા સાધનો નજીવા ખર્ચના અભાવે ભંગારમાં પરિવર્તિત, પાલિકા પાસે ટેન્કરના પંક્ચરના પૈસા નથી.?

આમોદ: પાલિકાનાં પાપે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય.!, ઠેર-ઠેર ગંદકીના ઢગ જામ્યા, નગરજનો હેરાન-પરેશાન

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *