Geo Gujarat News

ભરુચ: અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લાકક્ષાની તાલીમ યોજાઈ

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે. જેની સફળતાને અધારે ભારત સરકારે વર્ષ ૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને “કચરા મુક્ત શહેરો”(GFCs) બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ લોન્ચ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન – અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત ૨.૦ ને વધુ અસરકારક રીતે અમલમાં મુકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૪ની જોગવાઈના આયોજન/અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતને સફળ પ્રયાસના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાંધલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી.

તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને SEPT યુનિવર્સીટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ આર.સી.એમ. રિઝનલ કમિશનના અધિકારીઓ દ્વારા જિલ્લાની ચારેય નગરપાલિકા, તમામ પ્રાંત,તમામ તાલુકાના મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાત ૨.૦ની ગાઈડલાઈન, સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ, વેસ્ટ મેનેજમેન્ટ, આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદ ભવિષ્યમાં આપવામાં આવતા ફન્ડની પોસિબિલીટીઓ, આવનારા વર્ષમાં સ્વચ્છતા અંગે થનારી કામગીરીનું પ્લાનિંગ, નગરપાલિકાઓનો હાલનો પ્રોગ્રેસ અને સ્ટેટસ, આવનારા સમયમાં નગરપાલિકાઓને ODF+, ODF++, GFC, Water+ સર્ટિફિકેશન ટાર્ગેટ, રિપોર્ટિંગ મેકેનિઝમ, સોલિડ અને લિક્વીડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા કર્મચારીઓ માટે પીપીઈ કીટ સહિત સેફ્ટીના સાધનો, નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારના ૧૦ કીમી વિસ્તારના ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા અને તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગેને તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં, તમામ પ્રાંત ઓફીસર, કાર્યપાલક ઈજનેરશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *