આમોદ સફાઇ કામદારોનાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘનાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા આમોદ નગર પાલિકાનાં મુખ્ય અઘિકારી સાથે આમોદ નગરના સફાઈ કામદારોના વિવિઘ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

આમોદ નગર પાલિકામાં કામ કરતા સફાઈ કરતા કામદારોને પડતી અગવડતા અને વિવિધ મુદ્દે આજ રોજ સફાઇ કામદારોનાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘનાં રાષ્ટ્રીય અધ્યક્ષ આમોદ નગર પાલિકાનાં મુખ્ય અઘિકારી સાથે મિટિંગ યોજાઇ હતી. અને મીટીંગ વેરા સફાઇ કામદારોને પડતી હાલાકી અને બાકી પડતા પગારને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ વેરા સફાઇ કામદાર યુનિયનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમ કુમાર ડાંગર આમોદ નગરપાલિકા નાં સફાઇ કામદાર નાં પ્રમુખ તથા આમોદ નગર પાલિકામાં કામ કરતા સફાઇ કામદારો હાજર રહ્યા હતા. અને તેમના બધાજ મુદ્દાની ચર્ચા આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી સાથે કરી હતી.

જ્યારે સમગ્ર બાબતે આમોદ નગર પાલિકાનાં મુખ્ય અઘિકારી મનન ચતુર્વેદીએ મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સફાઇ કામદારોને પડતી હાલાકી અને અન્ય બાબતો અંગે ચર્ચા થઈ છે આં અંગે જેમ બને તેમ વેહલી તકે પડતી હાલાકીનો નીવેડો લાવી પ્રશ્નનોનો નિરાકરણ લાવીશું તેમ બાહેંધરી આપતાં જણાવ્યું હતું..
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com