Geo Gujarat News

અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઓપન ઇન્ટરવ્યૂમાં યુવાનો એટલા બધા ઊમટ્યા કે રેલિંગ તૂટી ગઈ.!!

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની GIDC સ્થિત થર્મેક્ષ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યૂમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી. જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા. જોકે, સદનસીબે કોઈ મોટી દુઘટર્ના સર્જાઈ ન હતી. જે ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

10 જગ્યા માટે બેરોજગારો કીડીની જેમ ઉભરાયા

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડીયા GIDC સ્થિત થર્મેક્ષ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 10 જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યૂમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા. જેથી ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલીંગ પણ તૂટી પડી હતી. ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે, કંપની સંચાલકોને ગણવા તે પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે.

ઓદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે, તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *