Geo Gujarat News

જંબુસર: વીજળી પડવાથી પશુના મોતને મામલે સરકાર દ્વારા પશુપાલકને સહાય કરવામાં આવી

જંબુસર તાલુકાના વેડચ ગામના બે પશુપાલકને સરકાર દ્વારા 75 હાજરની સહાય આપવામાં આવી છે. થોડા દિવસ પેહલા જંબુસર તાલુકાના વેડચ ગામે આકાશી વીજળી પડવાથી બે પશુઓના મોત નીપજ્યા હતા. જે અંગે સહાયરૂપે જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડના હસ્તે પશુપાલક માલિકોને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. વેડચ ગામના જુબેદાબેન સુલેમાન વોહરા તેમજ કનુભાઈ પરસોત્તમભાઈ જાદવને સરકાર દ્વારા સહાય આપવામાં આવી હતી. જેને લઈ પશુપાલકોએ જંબુસર ટીડીઓ, તલાટીકમ મંત્રી સહીત રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *