અંકલેશ્વરના શહેરના આબોલી રોડ પર ઈદગાહ નજીક આવેલ સ્ટાર એવન્યુ શોપિંગમાં તસ્કરોએ ટાયર પંચરની દુકાન સહીત ત્રણ દુકાનના તાળા તોડી બે દુકાનોમાંથી 7 હજારની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.

આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુ શોપિંગમાં તસ્કરો ત્રાટકયા હતા .તસ્કરોએ બે જનરલ સ્ટોર અને એક ટાયર પંચરની દુકાન ને નિશાન બનાવી શટર ના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બે પ્રોવિઝન સ્ટોરમાંથી રૂ.સાત હજારની ચોરી કરી દુકાનમાં લગાવેલ સીસીટીવીનું રેકોર્ડર પર ચોરી કરી પલાયન થઇ ગયા હતા જયારે પંચર ની દુકાનમાં કઈ હાથ લાગ્યું ન હતું. સવારે દુકાનદારોને ચોરી અંગેની જાણ થતા શહેર એ.ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરુ કરી હતી. તસ્કરોના હાથફેરાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com