નેત્રંગ ગામના દેશમુખ ફળિયામાં રહેતી અને છેલ્લા 10 વર્ષથી મોરીયાણા પાસેની જંગલ ખાતાની નર્સરીમાં નીંદામણ,સાફ-સફાઇ અને રોપા ભરવા-ખાલી કરવાની કામગીરી કરતી આદિવાસી મહિલાઑએ ગતરોજ ૧૨ કલાકે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગમાં વિવાદમાં સપડાયેલા મહિલા આર.એફ.ઑ. જશુબેન સરવૈયા જંગલ ખાતામાં મજૂરી કરતી મહિલાઓને લઘુતમ વેતન કરતાં ઓછું ૨૦૦ રૂપિયા જેટલું જ વેતન ચૂકવતી હોવા સાથે તમામ આદિવાસી મહિલાઓની હાકલપટ્ટી કરી નાખી છે.અને બહારના જિલ્લાના મજૂરો બોલાવ્યા હોવા સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓને એક મહિનાનો પગાર ચૂકવ્યો નથી આવા સંજોગોમાં ૪૦-૫૦ ગરીબ પરીવારનો રોજીરોટીનો પ્રશ્ન ઉદભવ્યો છે. આર.એફ.ઑની તાત્કાલિક બદલી કરી સ્થાનિક મહિલાઓને રોજગારી આપવામાં આવે તેવી માંગ કરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com