ભરૂચમાં ડી.ડી.ઓ તથા નૈતિકા એચ પટેલ નિયામકના માર્ગદર્શન હેઠળ દિપક.જે.પટેલ જિલ્લા કો ઓર્ડિનેટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લા કક્ષાના અને તાલુકાકક્ષાના તમામ કર્મચારીઓને યોજનાકીય વિવિધ ઘટકવાર કામગીરીઓ માટે બે દિવસીય તાલીમ આપવામાં આવી હતી. બી.સી,સી.સી, એન્જિનિયર, સુપરવાઇઝરોને પ્રેઝન્ટેશન અને સામુહિક ગ્રુપ વર્કથી અસરકારક તાલીમ અપાઈ હતી. આમ અલગ – અલગ પ્રકારના સંદેશાઓ સાથે ખાસ પ્રકારની કામગીરી થાય તે માટે અમલીકરણ અંગે ક્ષમતા વર્ધનની તાલીમ યોજવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com