નાયબ કાર્યપાલક ઇજનેર ધોલી -સિંચાઈ પેટા વિભાગ યોજના તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં પિંગુટ ગામ પાસે આવેલ ” પિંગુટ ડેમ” ૮૦ % એલર્ટ સ્ટેજે ભરાઇ ગયો છે. અને પાણીની આવક વધતાં ૯૦ % હાઈએલર્ટ સ્ટેજ થવાની શક્યતા છે. વધુમાં, હાલની સ્થિતિએ ૧૯૬ ક્યુસેક પાણીની આવક છે. જળાશયની પુર્ણ જળાશય સપાટી ૧૩૯.૭૦ મી. છે. જ્યારે જળાશયની હાલની સપાટી ૧૩૮.૬૫ મી. છે. આથી નેત્રંગ તાલુકાના હેઠવાસના ગામો જેવાં કે મૌઝા, કામલીયા,ચીખલી, ગુંદીયા જ્યારે વાલીયા તાલુકાના રાજપુરા, જંબુગામ, વાંદરીયા, ચોરઆંબલા, ઉમરગામ, સોડગામ, સિનાડા, નવાપુરા, ડહેલી ગામના નાગરિકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા વહિવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com