Geo Gujarat News

બનાસકાંઠા: સૂઇગામ ખાતે બનતા રેસ્ટ હાઉસ ના નવીન બિલ્ડીંગના પાયા કામમાંજ ભ્રષ્ટ્રાચારની બૂમરાણ

સૂઇગામ તાલુકા મથક ખાતે આવેલ જૂના સરકારી વિશ્રામ ગૃહને તોડી પાડવામાં આવેલ જેની જગ્યા એ નવું અદ્યતન બિલ્ડીંગ બનાવવા માં આવી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર અત્યારે રેસ્ટ હાઉસ નું કામમાં પાયા માંજ મસમોટું કૌભાડ આચરાઇ રહયુ હોવાની વિગતો બહાર આવતા હડકંપ મચો છે.સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સૂઇગામ નજીકના જલોયા નજીકની રણ મિશ્રિત ખારી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,લેન્ટર લેવલના તળિયાના કામમાં 5 MM કપચીના બદલે 40 MMના મોટા કપચા વાપરવામાં આવી રહ્યા છે.જે મોટા કપચાનો ઉપયોગ રોડ રસ્તાઓ બનાવતા પહેલા નીચે જમીનમાં પાથરવામાં આવે તે મોટા કપચાનો ઉપયોગ લેન્ટર ભરવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.સિમેન્ટ રેત કપચી નો માલ મીક્ષર મશીન માં પણ મિક્ષ ન થાય તેવા મોટા કાકરા નો ઉપયોગ કરીને બિલ્ડીંગ ના પાયા ભરવામાં આવ્યા છે.જેને લઈ બિલ્ડિંગના પાયામાં જ ગેરરીતિ આચરાતી હોવાની બુમરાણ ઉઠવા પામી છે, કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ સરકારી વિશ્રામ ગૃહના નવીન બિલ્ડિંગના પાયા માં કોન્ટ્રાકટર દ્વારા મનમાની કરી મોટો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યો છે.જોકે થરાદ સ્ટેટ હાઇવે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જાણે આંખ આડા કાન કરતા હોય તેવું જોવા મળ્યું હતું.

થરાદ સ્ટેટ હાઇવે માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ગેરહાજરીમાં કામ થતું હોવાની રાવ.?

કામગીરીના સમયે જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર જોવા મળતા નહિ જેથી કરીને કોન્ટ્રાક્ટરને ગેરરીતિ કરવાનું મોકળું મેદાન મળી ગયું છે.સરકારી વિશ્રામ ગૃહની ખરાબ કામગીરીમાં સરકારી અધિકારીઓ સહભાગી હોય તેવો ઘાટ સર્જાયો છે.આ અંગે ઉચ્ચ કક્ષાએથી સ્થળ તપાસ કરી ટેન્ડરની શરતો મુજબ કામની ચકાસણી કરવામાં આવે અને લેન્ટર કામની ક્વોલિટીની લેબોરેટરી તોએ સાથે ઉચ્ચ કક્ષાએથી સ્થળ તપાસ થાય તેવી સરહદી પંથક ના લોકોમાં માંગ ઉઠવા પામી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *