Geo Gujarat News

ભરૂચ: સરકારના ત્રણ મહત્વના પ્રોજેક્ટોએ ખેડૂતોને પાયમાલ કર્યા, અનેક ગામોના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

ભરૂચ જીલ્લાના સંખ્યા બંધ તાલુકાઓ માં મેઘમહેરથી ભારે નુકશાની વેઠવાનો વાળો આવ્યો હોય તેમ જળબંબાકારની સ્થિતિ વચ્ચે સરકારના મહત્વના પ્રોજેક્ટ નિર્માણ પામતા જ રેલ્વે કોડીડોર,બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે ના કારણે કામગીરી તો સંપૂર્ણ થઈ પરંતુ ખેતરો અને ગામો માંથી પાણીના નિકાલ માટે વેઠ ઉતારવામાં આવતા વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતોની મહામૂલી ખેતી ફરી એકવાર નિષફળ જતાં ખેડૂતોએ ભર ચોમાસે નિરાશ વ્યકત કરવાનો વાળો આવી ગયો છે.

ભરૂચ જીલ્લામાં સરકારના ત્રણ મહત્વના પ્રોજેક્ટોએ ખેડૂતોને પાયમાલ કર્યા.?

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના બાયપાસ ચોકડીથી જંબુસર તરફ જવાના માર્ગ ઉપર રેલ્વે કોડીડોર,બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે તૈયાર કરવામાં આવ્યા છે અને આ ત્રણેય પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ ગયા છે. એકપ્રેસ વે શરૂ પણ થઈ ગયો છે.રેલ્વે કોડીડોર પણ ધમધમી રહ્યો છે.સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ધમધોકાર આગળ વધી રહ્યો છે. પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટ ના નિર્માણ કાર્ય દરમ્યાન ખેડૂતોના ખેતરોમાં તથા અન્ય ગામો માંથી વરસાદી પાણી ના નિકાલ માટેની વ્યવસ્થામાં વેઠ ઉતારવામાં આવતા સમગ્ર પંથકમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી કમર સમા અને ઘૂંટણ સમા ભરાઈ જતાં ફરી એકવાર ખેડૂતો ખેતી થી નિષ્ફળ રહ્યા છે અને થયેલી ખેતી પણ નષ્ટ થઈ છે. જેના કારણે સરકારના પ્રોજેક્ટ સામે ખેડૂતો ખેતીથી લાચાર બન્યા હોય અને પોતાના ખેતરોમાં ભરાયેલા પાણી ક્યારે બહાર નીકળશે તેવી ચિંતામાં જોવા મળી રહ્યા છે.

રેલ્વે કોડીડોર,બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે તૈયાર થતાં આજુબાજુના ખેતરોમાં પાણીનો નિકાલ નહીં થતાં ખેતરો બેટમાં ફેરવાયા..

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સરકાર ના મહત્વના ત્રણ રેલ્વે કોડીડોર,બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેકટો સાથે આઅ વિસ્તારમાં ભૂખી ખાડી સહિત અન્ય ખાડીના પાણી નાળાઓ મારફતે સંખ્યા બંધ ખેતરો અને ગામોમાં ફરી વળ્યા છે અને નાળા માંથી પસાર થતાં પાણી નાકામાં કચરાના ઢગલા ના કારણે પણ પાણીનો નિકાલ ન થતાં અને હજુ વધુ વરસાદ પડે તો નાળાઓના ઉપરથી પાણી પસાર થાય તેવો ભય પણ ઊભો થયો છે અને ઊંચાણ વાળા ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય તેવી નોબત આવી ગઈ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *