Geo Gujarat News

ભરૂચ: વાયરલ એનકેફેકાઇટીસ( ચાંદીપૂરા ) રોગ અટકાયતીના ભાગરૂપે નેત્રંગના ઘાણીખૂટ ગામમાં દવાઓનો છંટકાવ કરાયો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે નગરપાલીકાઓ અને તાલુકાકક્ષાએ પણ એક્શન મોડમાં તંત્ર અગમચેતીના ભાગરૂપે નક્કકર કામગીરી કરી રહી છે. આરોગ્ય વિભાગ દ્નારા અગમચેતીના ભાગરૂપે ઘાંણીખૂટ ગામના તમામ ઘરોમાં, શાળા અને આંગણવાડીમા મેલોથીનના ૫% દવા છંટકાવની કામગીરી કરી હતી. જ્યાં માટીના, કાચા તિરાડ વાળા અને ઝૂંપડા આકારના ઘરોમાં માટીના લીંપણ મકાનની તિરાડો પુરાવાની કામગીરી કરવામાં આવી છે.

માટીના લીંપણ વાળા ઘરોમાં મેલેથીયોન ડસ્ટિંગ કરાયું..

સાથેજ આવા મકાનોની ધાર પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વધુમાં તાલુકાઓમાં સઘન સર્વિલન્સ અને ડસ્ટીંગ કામગીરી તમામ ગામોની અંદર અને શહેરી વિસ્તારમાં કરી તથા અન્ય તાલુકાઓમાં પણ ડસ્ટીંગ કામગીરી આરોગ્ય ટીમ દ્વારા ચાલુ કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *