Geo Gujarat News

આમોદ: ભર ચોમાસે પાણી માટે વલખા મારવાનો વારો.!, પાલિકા કચેરીએ ગૃહણીઓએ માટલા ફોડયા.!

આમોદ નગર પાલિકા વિવાદમાં ન આવે તો જાણે નવાઈ થાય.! કોઈને કોઈ બાબતે હર હંમેશા પાલિકા વિવાદોના વમણમાં ઘેરાયેલી જોવા મળે છે. ક્યાંક ખુલ્લી ગટરો, ક્યાંક ગંદકી તો ક્યાંક નગરજનો તો ક્યાંક સફાઈ કામદારો વિરોધ કરતા આવ્યા છે. પરંતુ પાલિકાના અણઘડ વહીવટને કારણે ભોળી પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. ભર ચોમાસે પાણીની સમસ્યાને લઈ આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ની મહિલાઓ રણચંડી બની નગરપાલિકા કચેરીએ પ્રમુખના ચેમ્બર પાસે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.


બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આમોદની પૂરસા રોડ નવીનગરી ખાતે આશરે છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈજ ધ્યાન આપવામાં નહીં આવતા આજરોજ પૂરસા રોડ નવીનગરીની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી પાલિકા “હાય હાય” ના નારા લગાવી પ્રમુખના ચેમ્બર સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.

અને નગરપાલિકાના ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધારદાર રજૂઆત કરી હતી. આ વેળાએ આમોદ શહેર ભાજપના હોદ્દેદાર ભીખાભાઈ લીંબચીયા તથા માજી પ્રમુખ સાજીદભાઈ રાણાનાઓએ પાણી છોડનાર વાલ્વ મેનને પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું, કે મોટર બળી ગયેલ છે. જેથી પાણી પ્રેશરથી મળતું નથી જે બાબતે નગરપાલિકાના ઉપપ્રમુખે આશ્વાસન આપ્યું કે આવતીકાલે અમો તમારા પાણીના સમયે રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશુ જેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પાલિકા સત્તાધીશો દ્વારા તાકીકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *