ભરૂચની પૂર્વપટ્ટી પર બેફામ બનેલા ભૂમાફિયાઓ દ્વારા ઓવરલોડિંગ રેતીની ગાડીઓ તંત્રથી બચવા માટે બેફામ દોડતી હોય છે. ત્યારે ટ્રક ચાલકો પણ નશાની હાલતમાં ટ્રક ચલાવતાં હોવાની બૂમો ઉઠી રહી છે. જેને કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ પણ ઘટતી હોય છે. ત્યારે આજરોજ બપોરના 12:00 વાગ્યે તવરા બસ સ્ટોપ પર ટ્રક ચાલકે બાઈક સવારને અડફતે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું સૂત્રો થકી જાણવા મળ્યું હતું. જોકે સદ્દનસીબે મોટી કોઈ જાનહાની થવા પામી ન હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com