ગતરોજ રાત્રે સાડા આઠ વાગ્યાના સમયે આંકોટ બસસ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા એક યુવકનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નિપજ્યું હતું.
સુતરેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાજેશ રાઠોડ જે પોતાના કબ્જાની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે.૧૬.ડીએમ.૮૨૨૬ જે લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ગત રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં આંકોટ ગામના બસસ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો.

જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ સહિત 108 ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તને વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. જોકે ગંભીર ઇજાઓને પગલે મોટરસાયકલ સવાર ઇસમનું કરુણ મોત નિપજ્યું હતું. વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com