ભરૂચ: ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે ચાલતા RBSK કાર્યક્રમ અંતર્ગત ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર DLSS સંચાલિત શ્રી બી.એચ.પંડ્યા અને શ્રી વિદ્યા ગુરૂકુલમ સ્કૂલના બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે ચાલતા RBSK ( રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ) કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકામાં કુલ 7 RBSK ટીમ દ્વારા ભરૂચ તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં, વિવિધ પ્રસૂતિગૃહ અને બાળકોની હોસ્પીટલોમાં જઈને નવજાત શિશુ ઉપરાંત 0 થી 18 વર્ષ સુધીના બાળકો, શાળાએ જતા , શાળાએ ન જતા બાળકોની RBSK ની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરીને જરૂરી આરોગ્યલક્ષી માહિતી તેમજ જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવે છે ઉપરાંત જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદયરોગ, કપાયેલા હોઠ-તાળવા, ક્લબફૂટ, બહેરાશ વગેરે રોગોની ઉપરાંત અલગ-અલગ મેડિકલ તથા સર્જીકલ સારવાર ફ્રીમાં આપવામાં આવે છે. જે અંતર્ગત આજે RBSK ટીમના ડૉ.અતુલ હિરાણી, ડૉ. ક્રિષ્ના ગાબાણી, હેતલ હડિયા અને પ્રિયંકા પટેલ દ્વારા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી તપોવન સંસ્કાર કેન્દ્ર DLSS સંચાલિત શ્રી બી. એચ. પંડ્યા અને શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

જેમાં ટીમ દ્વારા દરેક બાળકોના વજન, ઊંચાઈ અને હેલ્થ સ્ક્રીનીંગ કરી જરૂરી આરોગ્યલક્ષી માહિતી આપી જરૂરિયાતમંદ બાળકો તેમજ હિમોગ્લોબીનની ઉણપ ધરાવતા બાળકોને ફ્રીમાં સારવાર આપવામાં આવેલ હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com