ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા જીલ્લામા પ્રોહિબિશન જુગારની અસામાજીક પ્રવુતી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફને બાતમી મળી હતી કે સામોર ગામની સીમમાં ઝોરા વગામાંથી રોડને અડીને આવેલ ખેતરની વાડના ઓથમાં કોઈક ઇસમે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે.

જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 644 નંગ બોટલ મળી કુલ 72 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com