ગત તારીખ ૯ મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે, જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર રેલીનું આયોજન કરાયું હતું. જેના ભાગ રૂપે આજે ભરૂચ ના દયાદરા ગામે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા. ડી.જે ના ટાલે સમાજના લોકો પોતાના વંશ પરંપરાગત પોશાકમાં આદિવાસી ઝાંખીઓ સાથે દયાદરા, ત્રાલસા, કોથી, હિંગલ્લા, બોરી થઈ નબીપુર ગામે પૂર્ણાહૂતિ થઈ હતી.

આ રેલીમાં યુવકો, યુવતીઓ, નાના બાળકો અને મોટેરા ઓએ જોડાઈને ડી.જે ના તાલે ઝૂમી વાતાવરણ મંત્રમુગ્ધ કરી દીધું હતું. આ રેલી નબીપુર ખાતે નેશનલ હાઇવે પાસે પૂર્ણાહૂતિ પામી હતી. નબીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે રેલી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે અંગે પૂરતો બનદોબસ્ત રાખ્યો હતો.

સલીમ કડુજી, નબીપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com