આમોદ નગર પાલિકા સંચાલિત આશરે ચાર જેટલાં શૌચાલય બનાવવામાં આવ્યા હતાં. પરંતું નગર પાલિકાનાં અંધેર વહીવટનાં કારણે તે બંધ થઈ જતાં પંથકનાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આમોદ તાલુકામાંથી લોકો પોતાના કામકાજ અર્થે આવતા હોય છે. પરંતું શૌચાલયનો ઉપયોગ કરવા માંગતા લોકોને મોટી હાલાકી વેઠવી પડતી હોય છે. જ્યારે ખાસ કરીને નારી સમ્માનની વાત કરનાર તંત્રએ મહીલાઓ માંટે શૌચાલયનો ઉપયોગ કરવા માંગતી મહિલાઓ માટે શૌચાલયજ બંધ કરી દેતા સ્થાનીક લોકોમાં ભારે આક્રોષ જોવાં મરી રહ્યો છે.

આમોદ નગરપાલિકા દ્વારા ખાસ કરીને નવી વસાહતનાં રહેણાક વિસ્તારમાં શૌચાલય બનાવ્યા છે. જેમા આમોદની પુરસા નવી નગરી વિસ્તાર, પશું દવાખાના વિસ્તાર, તેમજ કચેરીનાં કામ અર્થે આવતા લોકો માટે તેમજ આમોદનાં મુખ્ય બજારમાં શૌચાલય બનાવ્યા હતા. જે થોડો સમય માંટે નિયમિત ચાલું રહ્યા હતા. પરંતું હાલમાં તમામ શૌચાલય બંધ થઈ જતાં પંથકનાં લોકોમાં ભારે રોષ જોવાં મરી રહ્યો છે. જ્યારે આમોદ નગર પાલિકા દ્વારા ફરી એક વાર પંથકનાં લોક હિતમાં કાર્ય કરી બંધ પડેલ શૌચાલય શરૂ કરે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com