SGFI અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જુડો સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું જેમાં હાંસોટ તાલુકાની ગુરુકુળ આમોદ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ શાળાના વિધાર્થી ઓએ વિવિધ કેટેગરીમાં 11 ગોલ્ડ, અને 6 સિલ્વર મેડલ મેળવ્યા છે. શાળા માં ગોલ્ડ , સિલ્વર મેડલ મેળવી કુલ 17 મેડલ સાથે ભરૂચ જીલ્લામાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
જે બદલ હાંસોટ તાલુકાના બી. આર. સી. કો-ઓર્ડિનેટર અશોકકુમાર જે. પટેલ દ્વારા તમામ સ્પર્ધકો તેમજ શાળા પરિવારને અભિનંદન પાઠવી અને આગળ રાજય કક્ષાએ સારુ પ્રદર્શન કરી તાલુકાનું ગૌરવ વધારવા પ્રોત્સાહન સહ આશીર્વાદ પાઠવ્યા હતા.
Author: geogujaratnews
Views: 382