ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વિકટ બનતી જાય છે. રોજબરોજ જતા-આવતા ભારે અને મોટા વાહનોને લઇને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે. વાગરા તાલુકાની દહેજ જીઆઇડીસીની SRF કંપનીનો વિસ્તાર ટ્રાફિકજામના કારણે ઘણો વિવાદ સ્પદ રહ્યો છે. આ કંપનીમાં દરરોજ ઘણા નાના-મોટા હેવી ટ્રક, ટેન્કર વગેરે મોટા ભારે વાહનો પણ આવતા હોય છે. જેને એસ.આર.એફ.કંપનીના ત્રણ નંબરના ગેટ નજીક રોડની બન્ને બાજુએ આડેધડ પાર્ક કરી દેવાતા હોય છે. એક વાર પાર્ક કર્યા પછી તે અડધો અને કેટલીકવાર આખો દિવસ અડધા ઉપરાંતનો રોડ રોકીને પડી રહે છે. જેના કારણે પહોળો રોડ કાયમ સાંકડી ગલીમાં ફેરવાયેલો જોવા મળે છે. આ અંગે SRFના સાહેબોને અને પોલીસ તંત્રને જાગૃત નાગરિક દ્વારા રજુઆતો કરી પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી.
કંપની સત્તાધિશોને રજુઆત કરતાંય સમસ્યાનુ નિરાકરણ નહીં.?

ગેરકાયદે પાર્કિંગથી અકસ્માતની દહેશતને લઇને PMO માં કરેલ રજુઆતનું પણ કોઈ પરિણામ ન આવ્યું.!

કંપનીના ગેટ સામે થતા આડેધડ પાર્કિંગથી વાહનો પસાર કરવું મુશ્કેલ..!
SRF કંપની ના હેવી વાહનો દ્રારા રોડ પર દબાણ થી જીઆઇડીસીમાં પસાર થતા અન્ય વાહનો ઉપરાંત જોલવા અને સુવા પંથકના લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. કોઈ વખત ઈમરજન્સી હોય તો આ SRF તરફના રોડનો ઉપયોગ જ નથી કરી શકાતો. નોકરી ધંધા અર્થે જતા-આવતા ગામના લોકોને પણ વહેલું મોડું થતા કોન્ટ્રાકટરોની બોલીઓ ખાવાનો વારો આવે છે તથા કેટલીકવાર તો કામ વગર વીલા મોઢે પાછું આવવું પડે છે. કારણકે કંપનીઓમાં જોઈતા કામદારોની સંખ્યા પુરતી થઈ જતા પાછળથી આવેલા લોકોને લેવામાં આવતા નથી. SRF વિસ્તારના રોડ પર આ કંપનીના વાહનોના આડેધડ પાર્કિંગને કારણે ‘બોટલનેક’ જેવી પરિસ્થિતિ સર્જાતા અકસ્માતની પણ ભિતી રહેછે. ભુતકાળમાં અહીં અકસ્માતો પણ થયાં છે. અને ઘણીવાર જાનહાની પણ થઇ હતી. જેના કારણે અહીંના જાગૃત નાગરિક દ્વારા કંપનીઓને તથા સ્થાનિક જવાબદાર પ્રશાસનને પણ રજુઆતો કરી હતી. પણ આ સમસ્યાનો કોઈ ઈલાજ ન થતા આખરે ગત ૩ જુલાઇએ કેન્દ્રની pmo વેબસાઈટમાં ઓનલાઇન ફરીયાદ પણ આપવામાં આવી હતી. જેના પગલે ઉપલા લેવલેથી ભરૂચ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તપાસ કરવાનું જણાવાયું હતું એવુ અરજદારનું કહેવું છે.

ભરૂચ જિલ્લા પોલીસના બેવડા ધોરણો : સામાન્યજન રોડની સાઈડે ટુ-વ્હીલર કે ફોરવ્હીલર ઉભી રાખે તો દંડ અને કંપનીના ભારદારી વાહનો રસ્તો રોકી લે તો આંખો બંધ.?
અને આ બાબતે અહેવાલ પહોંચાડી પણ દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ હજુ કંપનીના ગેટ બહાર પાર્ક થતા વાહનોનો ઝમેલો યથાવત જ રહ્યો છે. ઉપલા લેવલની કામગીરીઓ પણ જાણે કે કાગના વાઘ જેવી સાબિત થઈ હતી. હાલ SRF કંપનીના વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરીને આડેધડ પાર્ક કરી દેવાતાં વાહનો બાબતે જો ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર અને કંપની સંચાલકો કોઇ કાર્યવાહી નહીં કરે તો પાર્થને કહો ચડાવે બાણ અનુસાર આખરે જનતા આંદોલનનું શસ્ત્ર ઉગામે તો નવાઈ નહિં.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com