વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે પોલીસે આછોદ ગામના બે ઈસમોને પાંચ લાખ ઉરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સુચના મળેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી જંબુસર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એ.કે.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાગરા પો.સ્ટે નાઓની સુચનાને આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીગમા હતા તે દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર ONGC કોલોની નજીક આવતા દેનવા ગામ તરફ જતા તરફથી એક ટેમ્પો શંકસ્પદ હાલતમાં આવતા જણાતા તેને ત્યાં જ રોકી સદર ટેમ્પાના ડ્રાઇવર તથા ક્લીનરના નામઠામની પંચો રૂબરૂ ખાત્રી કરી ટેમ્પામાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પીંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ હોવાનુ જણાઈ આવ્યું હતું.

જે બાબતે ડ્રાઇવર તથા બાજુની સીટ પર બેસેલ ઇસમને સદર મુદ્દામાલ બાબતે પુછતા તેણે કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પીંજરાના કાપેલ ભાગો બાબતે તેઓની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ માંગતા તેઓએ નહી હોવાનુ જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા વાગરા પોલીસે પંચો રૂબરૂ સદર ઇસમોના નામ ઠામ પુછતા (૧) જુબેર ઇસ્માઇલ પટેલ ઉ.વ.૩૮ રહેવાસી- આછોદ,બાબર ખડકી તા.આમોદ જી.ભરૂચ (૨) સંજયભાઇ રતિલાલ વસાવા ઉ.વ.૩૫ રહેવાસી – આછોદ, નવીનગરી તા.આમોદ જી.ભરૂચના હોવાનુ જણાવ્યુ હતુ.

પકડાયેલ બંને ઈસમો પાસે ટેમ્પામા ભરેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા કે બીલ ન હોવાથી ટેમ્પામા ભરેલ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પીંજરાના કાપેલ ભાગો મળી કુલ ૧૨૦૦/- કિ.ગ્રા લોખંડ પૈકી એક કિ.ગ્રા. ની કિ.રૂ.૪૦/- લેખે કુલ કિ.રૂ.૪૮,૦૦૦/-ગણી તેમજ મુદ્દામાલ ભરેલ ટેમ્પો નં. GJ-06-BV-7078 જેની આશરે કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૫,૪૮,૦૦૦/-નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે B.N.S.S કલમ ૧૦૬ મુજબ કબજે કરી બન્ને ઇસમોને B.N.S.S કલમ ૩૫ (૧) (ઇ) મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com