આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાં મહાકાય મગર હોવાથી ગામ લોકોમાં ગભરાટ ફેલાયો હતો.જેથી બુવા ગામના તલાટીએ આમોદ વન વિભાગને લેખિત જાણ કરી હતી.ત્યારે આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળી તળાવમાં રહેલા મહાકાય મગરનું રેસ્ક્યું કરી બહાર કાઢ્યો હતો. અને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કર્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાં એક મહાકાય મગર હોવાની આમોદ વન વિભાગની કચેરીને ગામના તલાટીએ લેખિત જાણ કરી હતી.જેથી આજ રોજ ભરૂચ ખાતે યોજાયેલા ૭૫ માં વન મહોત્સવની ઉજવણી કર્યા બાદ તાબડતોડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જશુભાઇ.જી.પરમાર,બીટગાર્ડ અનિલ પઢિયાર,વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરને તળાવમાંથી બહાર કાઢી રેસ્ક્યું કર્યો હતો.ત્યાર બાદ મગરને આમોદ વનવિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com