ભારે વરસાદને લઇને તાલુકામાં વહેતી વિવિધ ખાડીઓ બેકાંઠે વહેતી જોવા મળી
હાલમાં ચોમાસું પુરબહારમાં ખીલ્યું છે,ગત ઉનાળામાં પ્રચંડ તાપને લઇને નદીનાળા તળાવોના પાણી સુકાઇ ગયા હતા. ઉનાળાની વિદાય બાદ શરૂ થયેલ ચોમાસામાં શરૂઆતથીજ વિપુલ પ્રમાણમાં વરસાદ વરસતા નાની ખાડીઓ અને કોતરોમાં નવા નીર જોવા મળ્યા હતા. ઝઘડિયા તાલુકામાંથી વહેતી નાની ખાડીઓ પણ ચોમાસા દરમિયાન પાણીથી ભરપૂર બની હતી. તાલુકાના રાજપારડી અવિધા વચ્ચે વહેતી ભુંડવા ખાડી આજે બે કાંઠે વહેતા નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છેકે મોટાભાગે દરેક ચોમાસા દરમિયાન સ્થાનિક વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઇને નાળા પરથી પાણી વહેતું જોવા મળતું હોય છે. ઉપરાંત અવિધા જરસાડ વચ્ચેની ખાડી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી. આ ખાડીઓના નાળા નીચા હોઇ ચોમાસા દરમિયાન વધારે વરસાદ થતાં નાળા પરથી પાણી વહેતા હોય છે. અગાઉ અવિધા રાજપારડી વચ્ચે એક મુસાફર બસ પણ પાણીમાં ફસાઇ હતી ઉપરાંત ત્યારપછીના વર્ષ દરમિયાન કેટલાક ગ્રામજનો પણ પુરના પાણીમાં ફસાતા પોલીસ દ્વારા રેસક્યુ કરીને બચાવી લેવાયા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com