Geo Gujarat News

ભરૂચ: જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર પર ફરજિયાત CCTV કેમેરા લગાવવા તંત્રનું ફરમાન

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) ભારત સરકાર અને માદક પદાર્થ નિયંત્રણ કચેરી (NCB) દ્વારા સંયુક્ત એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. બાળકોને ડ્રગ્સ અને માદક દ્રવ્યોના ઉપયોગથી દૂર રાખવા જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૫૨ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ સમગ્ર ભરૂચ જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે CCTV કેમેરા ફરજીયાત લગાવવાના રહેશે. CCTV કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે કરવાની રહેશે. તેમજ ઉકત એકમના અંદરના ભાગોમાં પણ નિયત સંખ્યામાં સંપૂર્ણ એકમને આવરી લેતા CCTV કેમેરા અંદર તથા બહાર લગાવવાના રહેશે. તેમજ તેના બેંક -અપની જાળવણી ૩૦ દિવસ સુધી રાખવાની રહેશે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧પર અન્વયે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

ઉપરોકત એકમ ખાતે CCTV કેમેરા જે તે સમયે ઉપલબ્ધ અધ્યતન ટેકનોલોજીવાળા અને નાઈટ વિઝન સુવિધાવાળા અને નિયત કરેલ સ્ટોરેજ કેપેસીટી સાથેની સુવિધાવાળા લગાવવાના રહેશે. તમામ CCTV કેમેરામાં ભારતીય માનક અનુસારના ચોક્કસ સમય અને તારીખ નિયત કરવાના રહેશે. દવાઓની દુકાનમાંથી વેચાણ કરવામાં આવતી શીડ્યુલ H, H1 અને X પ્રકારની દવાઓના વેચાણ સંબધિત રજીસ્ટરનું ડિઝિટાઈઝેશન પણ કરવાનું રહેશે. ઉકત હુકમનો અમલ હુકમની તારીખથી દિન-૧૫ માં કરવાનો રહેશે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે સમગ્ર ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ફરજ બજાવતા ફુડ અને ડ્રગ્સ વિભાગના આસી. કમિશ્નરથી ડ્રગ્સ ઈન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવતા અધિકારીઓ/કર્મચારીઓને પોલીસ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ દ્નારા જણાવવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *