આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા જ છે, પણ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું તૈયાર કરીએ અને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે. આવું જ કામ કરી રહી છે. ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા. સંસ્થામાં મનો દિવ્યાંગ બાળકોને લાગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે. તેમાંનુંજ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી અને આ રાખડી બજાર વેચી જે ઉપાર્જન થાય તે નાણાં આ ગરીબ બાળકોના ખાતા માં નાખવામાં આવે છે.

ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનો દિવ્યાંગ બાળકોની નિ:શુલ્ક નિવાસી શાળાનુ સંચાલન કરવામાં આવે છે. અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે. બાળકો માટે ઉત્તમ શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજીંગ, બોર્ડિંગ ની વ્યવસ્થા ઉપલબ્ધ કરેલ છે. આ તમામ વ્યવસ્થાઓ નિ:શુલ્ક છે. અહીં 20 વર્ષની વય મર્યાદાથી ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારની અગરબત્તી , ફાઈલો, કોડિયા, રાખડી, કાપડની બેગો વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે.

સંસ્થામાં આ તાલીમ પૂર્ણ કરી અને તૈયાર થયેલા ચાર બાળકોને મદદનીશ પ્યુન મદદનીશ, મદદનીશ રસોઈયા, માળી તરીકે ની વિવિધ કામગીરી માં આ મનો દિવ્યાંગ બાળકો ને જોબ આપી દર મહિને સ્ટાઈપન્ડ આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન થઈ રહેલ છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com