Geo Gujarat News

ભરૂચ: જિલ્લાના યુવાનોને આર્મી (અગ્નિવીર) અને સંરક્ષણ ક્ષેત્રે ભરતી માટેની તાલીમ અપાશે

  • ‘સ્વામી વિવેકાનંદ લશ્કરી ભરતી પુર્વે વિના મુલ્યે નિવાસી તાલીમ યોજના’માં જોડાવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ
  • ૩૦ દિવસની તાલીમમાં વિના મૂલ્યે રહેવા, જમવાની સુવિધા સાથે પ્રશિક્ષણ અપાશે

લશ્કરી ભરતી (અગ્નીવીર) માં જોડાવવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજના અમલમાં છે. જેમાં જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા આગામી સમયમાં યોજાનાર લશ્કરી ભરતીમેળા અંતર્ગત નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૧ વર્ષની વય, એસ.એસ.સી/એચ.એસ.સી પાસ, ૫૦ કિલો વજન ધરાવતા અપરણિત પુરૂષ ઉમેદવારો જ પાસેથી તારીખ ૩૧ ઓગષ્ટ ૨૦૨૪ સુધી તાલીમવર્ગમાં જોડાવવા માટે જિલ્લા રોજગાર વિનીમય કચેરી, ભરૂચ બ્લોક “એ” ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેકટર કચેરી,આયોજન ભવન પાછળ,ભરૂચ ખાતે આપેલ દસ્તાવેજોની નકલ આધાર કાર્ડ, એલ.સી, જાતિનો દાખલો, બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે રોજગાર કચેરી ભરૂચ ખાતે નામ નોંધાવી જવા માટે જણાવવામાં આવે છે. તેમ રોજગાર અધિકારી ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *