કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે. જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે,અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે ત્યારે આજે ભરૂચના તબીબોએ ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના નેજા હેઠળ સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી કોલકાતામાં એક ટ્રેઇની ડોકટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધ નોધાવ્યો હતો. જ્યારે સાંજના સમયે શહેરના પાંચબત્તી ખાતે એકત્ર થઈને સેક્રેટરી પ્રગતિ બારોટની આગેવાનીમાં પાંચબત્તીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરાઈ હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com